Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં વંઠેવાડ ગામ નજીક એક્ટીવા પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો.

Share

ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામ નજીક એક એકટીવા ગાડી પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો હતો.મળતી વિગતો મુજબ ગઇકાલે ઝઘડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે વાસણા ગામથી ઝઘડિયા ગામ તરફ આવવાના રસ્તા પર એક એકટીવા ગાડીમાં કોઇ ઇસમ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈ આવી રહ્યો છે. બાદમાં ઝઘડિયા પોલીસને બાતમી મળ્યા મુજબ વંઠેવાડ ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક એકટીવા ગાડી વાસણા ગામ તરફથી આવતા જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક્ટીવા ચાલકે પુર ઝડપે વાહન ચલાવી ભાગી જવાની કોશિશ કરી હતી. પોલીસે પીછો કરતા એક્ટીવા સવાર ઇસમો ગાડી મુકીને અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યા હતા.બાદમાં પોલીસે એકટીવા તપાસતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૯૫ બોટલો વિદેશી દારૂની મળી આવી હતી. ઝઘડિયા પોલીસે મુદ્દામાલ સહિત એકટીવા ગાડીનો કબ્જો લીધો હતો.પોલીસે કુલ રૂ.૪૪૦૦૦ જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કરીને ભાગી છુટેલ ઇસમોની ધરપકડ કરવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યકાળને જન્મદિવસ જણાવતા સો. મીડિયાના માધ્યમથી ભાજપા નેતાઓને ઝાટકી કાઢ્યા

ProudOfGujarat

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!