Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસો પૈકી એક ઇસમનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા કોરોના સંક્રમણથી જનતામાં ભય ફેલાયો છે. આજે આવેલા બે કોરોના પોઝીટિવ કેસો પૈકી રસિક વસાવા નામના ઇસમનું મોત થયુ છે. વધી રહેલા કોરોનાનાં કેસોથી સંક્રમણનો આંક વધતો દેખાય છે. તાલુકામાં અત્યાર સુધીમાં ૫૩ જેટલા કોરોના પોઝિટિવ કેસો બહાર આવ્યા છે. તાલુકામાં આજે બે નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, તે પૈકી રસિક પુંજાભાઇ વસાવા ઉ.વ ૪૭ રહે. ભંડારીની ચાલ ઝઘડિયા જેમનુ તા.૧૭ મી ના રોજ મોત થયુ છે અને તેમનો કોરોના રિપોર્ટ આજે આવ્યો છે. ઉપરાંત આઇ.ટી.આઇ રોડની વિજયનગર સોસાયટીમાં રહેતા કંચનભાઇ ડાહ્યાભાઈ રાવ ઉ.વ ૬૨ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના‌ ‌ધરના પાંચ સભ્યોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.‌ આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૫૩ પર પહોંચ્યો છે. ઝઘડિયા પી.એસ.સી દ્વારા ઝઘડિયાની ભંડારીની ચાલ તથા આઇ.ટી.આઇ રોડની વિજયનગર સોસાયટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા વિજયનગર સોસાયટીના ૪૪ પરીવારના ૨૦૦ સભ્યોનો સર્વે કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : સંત રવિદાસ મહારાજ વિશ્વ મહાપીઠના ઉપક્રમે ઝઘડિયા તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા રોહિત સમાજના પરિવારોની એક જાહેર સભા યોજવામાં આવી.

ProudOfGujarat

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

સુરત પોલીસે 17 જેટલા પર્સ ચોરી ચેઇન ખેંચવી લઈને ભાગતા આરોપીઓને ઝડપી લઈ 4 લાખ 53 હજાર ઉપરનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!