Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં પેરોલ પર છુટયા બાદ નાસતા ફરતા બે પાકા કામના કેદી ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયાના બે પાકા કામના કેદી પેરોલ પર છુટયા હતા. બાદમાં હાજર થવાની તારીખે હાજર થવાના બદલે નાસતા ફરતા હતા.ઝઘડીયા પોલીસે આ કેદીઓને ઝડપીને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતો અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવા તથા હનુમાન ફળિયામાં રહેતો અશોક ભીખાભાઈ વસાવા બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બંને ઇસમોને આજીવન કેદની સજા થઈ હતી. જે પૈકી અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવાને ગત તા. ૫.૬.૨૦ ના રોજ ૧૪ દિવસ માટે ફલો રજા પર મુક્ત કરેલ હતો અને આ પાકા કામના કેદીએ તા. ૧૬.૭.૨૦ના રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનું હતું તથા અશોક ભીખાભાઈ વસાવાને કોરોના મહામારીના કારણે ગત તા. ૭.૪.૨૦ થી ૬.૭.૨૦ સુધી તેની રજામાં વધારો થયેલ હતો. ઝઘડિયાના આ બંને કેદી અજય ઉર્ફે ગજો અશ્વિન વસાવા તથા અશોક ભીખાભાઈ વસાવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તેમણે હાજર થવાની તારીખે હાજર નહિ થતાં મધ્યસ્થ જેલનાં અંડર ટ્રાયલ જેલર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસે પી.આઇ.વસાવાના માર્ગદર્શન હેઠળ ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલ બંને પાકા કામના કેદીઓની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને તેઓને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ

ProudOfGujarat

ગરૂડેશ્વર અકતેશ્વરનો સરપંચ અને પ્રા.શાળાનો મુ.શિક્ષક ગ્રામ પ્રેરક પાસેથી 17 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

રાજય કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં સાગબારાના પાટ ગામની વે મેટ શાળાની કૃતિ પસંદ થતા આનંદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!