Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ વધુ બે કોરોના સંક્રમિત કેસો બહાર આવતા કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ ઝઘડિયાના લીમોદરા ગામે રહેતા હસમુખભાઈ પરસોત્તભાઇ પાટણવાડીયા ઉ.વ ૪૦ તથા મીઠામોરા ગામના ધર્મેશ નરેશભાઈ વસાવા ઉ.વ ૩૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉંચો આવી રહયો છે જે હાલમાં ૪૯ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએસસી દ્વારા લીમોદરા તથા ધારોલી પીએચસી દ્વારા મીઠામોરા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. ઝઘડિયા પીએસસી દ્વારા ૧૪ પરીવારના સર્વે કરી ૭૯ જેટલા સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. ઝઘડિયામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો રોજિંદા વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.વધી રહેલા કોરોના સંક્રમણને પગલે જનતામાં ભયની લાગણી જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગેલાની કુવા વિસ્તારનાં ઝુંપડાવાસીઓને સીટીસર્વેની નોટીસથી આક્રોશ : સ્થાનિકોએ કચેરીમાં હંગામો કર્યો.

ProudOfGujarat

વાલિયા વિભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના વિલંબમાં અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

ભરૂચ : એપ્પલ કંપનીના શંકાસ્પદ લાખોની કિંમતના ૧૮ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!