ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ભયભીત બની છે. ઝઘડિયા તાલુકામાં પણ કોરોનાના કેસ વધતા જનતા ચિંતિત બની છે. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં વધુ બે નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતા વેપારી પંકજભાઈ ઝવેરભાઇ શાહ ઉ.વ ૫૧ તથા પીપદરા ગામની મહિલા કામીનીબેન કાંતિભાઈ ઉ.વ ૨૯ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક ૪૫ ને આંબી ગયો હોવાનું જાણવા મળ્યુ છે. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પીપદરા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.ઝઘડિયા પીએસસી દ્વારા ૨૫ પરીવારના સર્વે કરી ૧૨૭ જેટલા સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય ગણાય છે.
ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા કેસોથી જનતામાં ફફડાટ.
Advertisement