Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ 36 વર્ષીય નરાધમે સંતાનનાં સાથે ફરતી બાળકીને નિશાન બનાવી.

Share

ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકાનાં ગામમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા નરાધમને ઝગડીયા પોલીસે ઝડપી લીધો હતો.
દેશભરમાં વધી રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો નરાધમોને ફાંસીની સજાની માંગણીઓ કરતાં કાર્યક્રમો કરી રહ્યા છે ત્યાં જ ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકાનાં એક ગામમાં 36 વર્ષીય અને બાળકોનાં પિતા દ્વારા એક બાળકીને પોતાની હવસનો શિકાર બનાવીને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ધટનાએ હાહાકાર મચાવી દીધો છે. જેમાં તાલુકાનાં એક ગામમાં રહેતા 36 વર્ષીય ભગવત વસાવા કે જેના બાળકો પણ છે તે તા.1-12-19 નાં દિવસે ગામનાં ખેતરમાં બકરાં ચરાવવા ગયા હતા. જ્યાં ગામની એક માસૂમ 11 વર્ષીય બાળકી જે ભગવત વસાવાનાં બાળકો સાથે બકરાં ચરાવવા ગઈ હતી ત્યાં બપોરનાં સુમારે ભગવત વસાવા આવ્યો હતો અને બાળકીને શેરડીના ખેતરમાંથી શેરડી તોડીને આવવાનું કહી સાથે લઈ ગયો હતો. જ્યાં તેને 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરીને જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બાળકી ધમકીથી ડરી ગઈ હતી અને ધરે આવી હતી. જોકે બાળકીને લોહી નીકળતા માતાએ પૂછતા તેણે તેની સાથે ભગવત વસાવાએ કંઈક કર્યું હોવાનું કહેતા માતાએ તેણીને તપાસ કરતાં તેનાં ગુપ્તભાગેથી લોહી નીકળવાનું શરૂ થયું હતું આથી તેણે તેના પતિને વાત કરી હતી અને આ મામલે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જાણતા તેઓ ઝગડીયા પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. પોલીસે બાળકીની તપાસ કરાવી હતી જેમાં દુષ્કર્મ થયું હોવાનું માલૂમ પડતાં પોલીસે તાત્કાલિક ધોરણે ઝગડીયા પોલીસ મથકમાં નરાધમ ભગવત જગા વસાવા સામે દુષ્કર્મ પોસ્કો એલ તેમજ જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ દાખલ કરીને ભગવત વસાવાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે કોરોના મહામારીનાં સમયમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉધરાણી બાબતે NSUI એ ઉગ્ર આંદોલન કર્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ના વોર્ડ નંબર 10 માં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા, ભર ઉનાળા માં જળ માટે તરસતી પ્રજા

ProudOfGujarat

આમોદ તાલુકા પંચાયત કચેરીએ આછોદ યુથ વિંગ પેનલ એ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!