ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા ગામે એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ જુગારીયા રાજપારડી પોલીસે ઝડપી પાડ્યા છે. રાજપારડી પોલીસે જુગારીયાઓ પાસેથી કુલ ૩૧ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તેમની સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે નવા ટોઠીદરા ગામે એક મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફીલ જામી છે. મળેલ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને બાતમીવાળા સ્થળે આકસ્મિક દરોડો પાડતા જુગારની મહેફીલમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પોલીસની ભારે ઝહેમત બાદ સ્થળ પરથી શૈલેશભાઇ શનુભાઇ માછી, જયંતિભાઇ ડાહ્યાભાઇ માછી, સુરેશભાઇ કાભઇ માછી, મેહુલસિંહ મનોજસિંહ ગોહિલ, ઠાકોરભાઇ ઇશ્વરભાઇ વસાવા તમામ રહે.નવા ટોથીદરા તા.ઝઘડીયા તેમજ મનોજકુમાર રમણભાઇ માછી રહે.ભાલોદ તા.ઝઘડીયા મળી કુલ ૬ જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. રાજપારડી પોલીસે જુગારીયાઓ પાસેથી દાવ પર લગાવેલ રકમ, મોબાઇલ ફોન, અંગ જડતીની રકમ વગેરે કુલ મળી રૂ. ૩૧ હજાર ૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની આ રેડમાં પકડાયેલા તમામ જુગારીયાઓ વિરૂદ્ધ રાજપારડી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આને પગલે પંથકમાં જુગારની મહેફીલ જમાવતા ખેલીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.