ઝઘડીયા તાલુકાના સારસા અને ઉમધરા ગામે પંચાયતમાં વી.સી.ઇ.તરીકે કામ કરતા હરેન્દ્રસિંહ રાજને શ્રેષ્ઠ કામગીરી બદલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં ગામલોકોના ઓનલાઇન કામો માટે પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર હોયછે.ગ્રામ પંચાયતોમાં લોકોના લાઇટ બીલ, મની ટ્રાન્સફર,પાનકાર્ડ,આધાર કાર્ડ,રેશન કાર્ડ સંબંધી કામગીરી તેમજ જમીનોના ૭/૧૨ અને ૮ અ ની નકલો કાઢી આપવા સંબંધી ઓનલાઇન કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટરની સેવાની જરૂર પડતી હોય છે.ઝઘડીયા તાલુકાના સારસા અને ઉમધરા ગામે વી.સી.ઇ.તરીકે કામગીરી કરતા હરેન્દ્રસિંહ રાજ સુંદર કામગીરી માટે તાલુકામાં પ્રથમ સ્થાને આવતા ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી એ.જે.પટેલ દ્વારા લેમીનેશનના કામમાં ઉપયોગી લેમીનેશન મશીન ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તાલુકાના કુલ ૭૫ વી.સી.ઇ.માંથી સારસા ઉમધરાના વી.સી.ઇ.ની શ્રેષ્ઠ કામગીરી માટે ગાંધીનગરથી પસંદગી થઇ હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.