ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે ઝઘડિયા આરોગ્ય કેન્દ્ર તથા ભાલોદ આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં કુલ મળીને ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઝઘડિયાના હનુમાન ફળિયામાં એક તથા ગ્રીનવેલી સોસાયટીમાં એક અને ભાલોદ નજીકના ટોઠીદરામાં ૨ મળી તાલુકામાં આજે કુલ ૪ કેસ બહાર આવ્યા છે. તાલુકામાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંક ૩૫ સુધી પહોચ્યો છે.ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.આજે ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ત્રિભુવનદાસ ચૌહાણ ઉં.વર્ષ ૫૮ તથા ગ્રીનવેલી સોસાયટીમાં રહેતા પ્રભુદાસ વાલજીભાઈ વસાવા ઉં.વર્ષ ૫૭ તેમજ તાલુકાના ભાલોદ નજીકના ટોઠીદરા ગામના કિરણભાઈ ગોપાલભાઈ માછી ઉં.વ ૨૪ અને કાશીબેન ધનજીભાઈ માછી ઉં.વ ૭૫ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઝઘડિયામાં બે કોરોના પોઝિટિવ કેસ આવતા ઝઘડિયા પીએચસી દ્વારા સંબંધિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયુ હતું અને કન્ટેન્ટમેન્ટ ઝોન તથા બફર ઝોનના કુલ ૧૩૮ પરિવારોના ૪૩૩ લોકોનો સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી તથા ભાલોદ પીએસસી દ્વારા ટોઠીદરા ગામમા આવેલા કોરોના પોઝિટિવ દર્દીના વિસ્તારની આજુબાજુમાં સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા કેસોથી જનતા ચિંતિત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.