Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં કોરોના વિસ્ફોટ-એકસાથે ૭ પોઝિટિવ કેસ નોંધાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે સાત કોરોના પોઝિટિવ કેસ જાહેર થતાં તાલુકામાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.મળતી વિગતો મુજબ આજે તાલુકાના અલગ-અલગ પીએસસીના વિસ્તારોમાં ૭ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તાલુકાની જનતા ભયભીત બની છે. ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં નોકરી કરતા અને અમદાવાદના રહીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ અત્યારસુધી કુલ ૨૪ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા, જેમાં આજે નવા આવેલા ૭ કોરોના પોઝિટિવ કેસ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩૧ પર પહોંચી છે, જેને લઇને તંત્ર અને જનતા ચિંતિત બન્યા છે. આજે આવેલા સાત કોરોના પોઝિટિવ કેસોમાં ગોવાલી ગામના ચાર કેસો પોઝિટિવ છે. જેમાં રોહન સતિષભાઈ પટેલ ઉ.વ ૨૮, ભારતીબેન સતિષભાઈ પટેલ ઉ.વ ૫૨, બીપીનભાઈ છીતાભાઈ પટેલ ઉ.વ ૬૨ ત્રણે રહેવાસી ગોવાલી અને અખિલેશ ખુશબહાર ઉ.વ ૨૨ સીતારામ પેપરમીલમાં કામ કરે છે. ઉમલ્લા પોલીસ મથકે હસ્તગત કરાયેલા બે આરોપી પૈકી રાહુલ રમેશભાઈ બારીયા રહે. રાહતલાવ, ધોલેરા, અમદાવાદ જે સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી તરીકે હસ્તગત થયો છે અને છત્રસિંહ જેસીંગ વસાવા ગામ વલા,તા. ઝઘડિયા જેને ઉમલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં હસ્તગત કર્યો હતો, આ બંનેના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.ઉપરાંત ભાલોદના અનિલ અરવિંદભાઈ માછી ઉ.વ ૨૪ જે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવે છે,તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ આજે તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૭ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા તાલુકાની જનતામાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવતા અભિષેક જૈન રહેવાસી અમદાવાદને પણ કોરોના પોઝિટિવ આવતા તેને તેના વતન અમદાવાદ મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાંથી ૨ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા કંપની સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવારોના અન્ય સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.અને પોઝિટિવ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તથા આરોગ્ય તપાસણી તેમજ કન્ટેન્ટમેન્ટ એરિયાના રહીશોને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

કરણ કુન્દ્રાએ તેજસ્વી સાથે કરી લીધી સગાઇ? અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!