Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

Share

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામ ખાતેથી વિદેશી દારૂનો જંગી જથ્થો એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.એસ.આઇ. પી.એસ.બરંડા અને વાય.જી.ગઢવીએ જુદી જુદી ટીમો બનાવી મળતી બાતમી અનુસાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તાજેતરમાં રાત્રિનાં સમયે એલ.સી.બી. નાં ટીમનાં કર્મચારીઓ ઝધડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મુજબ ખરચી ભીલવાડા ખાતે રેડ કરતાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 168 કિં.24,000 તેમજ ફોરવ્હીલ ગાડી કિંમત બે લાખ મળી કુલ 2,24,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આરોપીઓ જયેશભાઇ દેવસિંગભાઇ વસાવા રહે.જોખલા ગામ તેમજ જગદીશભાઇ બુધિયાભાઇ વસાવા રહે. ભિલવાડા ખરચી ગામને રેડ દરમિયાન મળી ન આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં મહાશિવરાત્રીની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવતીની હત્યા કરી તળાવમાં નાંખી દેવાના ખૂની ખેલનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!