Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાની એક કંપની દ્વારા સીએસઆર હેઠળ વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવાય છે જેમાં શિક્ષકોની ઘટ ધરાવતી 62 શાળાઓમાં 81 શિક્ષિકા બહેનોની નિમણુક.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં તેમજ દહેજ એસ.ઈ.ઝેડ માં પોતાના પ્લાન્ટ ધરાવતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિ.નામની કંપની કેમિકલનું ઉત્પાદન કરે છે. સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદન કરતી આરતી ઈન્ડસ્ટ્રીઝ તેના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત વિશેષ કાર્ય કરે છે. જે અન્ય ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રેરણારુપ છે. કંપની દ્વારા ઝઘડિયા તેમજ વાગરા તાલુકાના દહેજની આજુબાજુના ૬૨ જેટલા ગામોની પ્રાથમિક શાળાઓમાં, જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં આ કંપની પોતાના શિક્ષકની નિમણૂક કરી ગરીબ પરિવારનાં દિકરા દિકરીઓ જેઓ લેખન અને વાંચનમાં નબળા રહી ગયા હોય તેમને અલગ તારવી તેમનું શૈક્ષણિક સ્તર સુધારવાનો ભગીરથ પ્રયાસ કરે છે. આ માટે કંપની દ્વારા ૬૨ ગામોની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ૮૧ શિક્ષિકા બહેનોની નિમણૂક કરી ગામડાઓમાં શિક્ષણનો સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કંપની દ્વારા ઝઘડિયા તેમજ દહેજના આજુબાજુના ગામોમાં સ્વચ્છતા તેમજ પ્રાથમિક આરોગ્ય જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આ અભિયાનમાં દરેક ગામની પ્રાથમિક શાળાના બાળકોની સ્વચ્છતા જાગૃતિ તેમજ તેમના પરિવારની સુખાકારી માટે તેમના રહન-સહન, રોજિંદી સફાઈ, બહેનોના માસિક ધર્મને લગતી જાગૃતિ, તેમજ તંદુરસ્તીને અનુરૂપ પૌષ્ટિક આહાર લેવા માટે પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતુ હોય છે. આ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કાળજી લેવા માટે કંપની દ્વારા મોબાઈલ ડેન્ટલ કેર પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ડેન્ટલ કેરની બધી સાધનસામગ્રી વેનમાં રાખવામાં આવે છે. કંપનીના આરોગ્યને લગતા પ્રોજેક્ટ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ ગ્રામ વિકાસ ટ્રસ્ટ (જીવીટી) દ્વારા કરવામાં આવે છે. આરતી ગ્રુપના સામાજિક ઉત્તરદાયિત્વની બાબતોના વડા તેમજ વિવિધ ક્ષેત્રની અનેક શૈક્ષણિક, આરોગ્ય સેવા, પર્યાવરણ, રોજગારલક્ષી તાલીમ, પછાત વિસ્તારોનો વિકાસ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા મંગલભાઈ ગઢવીના જણાવ્યા મુજબ આ તમામ પ્રોજેકટની કામગીરી સંપૂર્ણ નિઃશુલ્ક ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી તેમજ પર્યાવરણના જતન માટે કરવામાં આવે છે, તેમજ આ વિસ્તારોના સમાજને સ્વાવલંબી બનાવવા, તંદુરસ્ત સમાજનું ઘડતર કરવા, પર્યાવરણના જતન માટે અનેક પ્રોજેક્ટ હાથ પર છે, જે આવનારા સમયમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, પર્યાવરણ, રોજગારીને ઉચ્ચ મુકામ પર લઈ જવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે એચ.એસ.સી ધો.૧૨ નું પ્રશ્ન પત્ર મોડું મળવા અંગે વિરોધા ભાસી કારણો

ProudOfGujarat

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને BAPS ગાંધીનગરના અક્ષરધામની મુલાકાત લીધી.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી યુવાન ને આપઘાત કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!