ભરૂચનાં ઝધડીયા ખાતે યુરિયા ખાતરની તીવ્ર તંગી ઊભી થઇ છે જેના પગલે આદિવાસી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઝધડીયા તાલુકામાં આદિવાસી ખેડૂતોની સંખ્યા વધુ હોવાના પગલે યુરિયા ખાતરની તંગી આદિવાસીઓ માટે ધણી ચિંતાજનક બાબત સાબિત થઈ રહી છે. હાલમાં આદિવાસી વસ્તીનું પ્રભુત્વ જણાવતા નેત્રંગ તાલુકામાં પણ યુરિયા ખાતરની તંગી સર્જાય હતી. ઝધડીયા અને નેત્રંગ તાલુકામાં એવી પરિસ્થિતીનું સર્જન થયું છે કે વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે કતારમાં ઊભા થઈ જાય છે તેમ છતાં ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઊભી થઇ છે. આવી પરિસ્થિતીમાં જો ગણતરીનાં દિવસોમાં ખેડૂતોને ખાતર નહીં મળે તો તેમનું બિયારણ નિષ્ફળ જાય અને તેથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેવી સંભાવના ઊભી થઇ છે. તેથી તંત્ર દ્વારા ગરીબ અને આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેવી લોકમાંગ ઊભી થઇ છે.
ઝધડીયા પંથકમાં ખાતર લેવા વહેલી સવારથી લાંબી લાઈનો લાગી સામાજીક અંતરનાં ધજાગરા તો માસ્ક વિના કેટલાય લોકો નજરે પડયા.
Advertisement