Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે બસ સ્ટેન્ડનાં રસ્તા પર મુકેલ ચાર સોલાર લાઇટોની ચોરી.

Share

ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રાણીપુરા બસ સ્ટોપથી ગામ તરફ જવાના રોડ પર ચાર સોલાર લાઇટો નાંખી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે નંખાયેલી સોલાર લાઇટો એક-એક કરી તેના પોલને, પેનલને નુકસાન કરી બેટરીઓની ચોરી થવા પામી છે. આ બાબતે રાણીપુરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અગાઉ પણ આપવામાં આવી હતી, અને હાલ ફરીથી પણ આપવામાં આવી છે.ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ સહિત નર્મદા કાંઠાના વિસ્તારમાં ઘરફોડ ચોરી, સિંચાઇના સાધનોની ચોરી ઉપરાંત સરકારી મિલકતને નુકસાન પહોંચાડી તેની ચોરીના બનાવો બનતા હોવાની બુમ ઉઠવા પામી છે. આ બાબતે ગામ આગેવાનો ઉપરાંત જનતા અને ખેડૂતોમાં ચિંતા ફેલાવા પામી છે. પરંતુ આ બાબતે અવારનવાર પોલીસ ફરિયાદો થયા બાદ પણ કોઇ નક્કર પરિણામ મળતુ નહિ હોવાની લાગણી જનતામાં દેખાય છે.આને લઇને ચોરોને હિંમત મળી જતી હોય છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઝઘડીયા જીઆઈડીસીની એક કંપની દ્વારા રાણીપુરા બસ સ્ટોપથી ગામ તરફ જવાના રોડ પર ચાર સોલાર લાઇટો સીએસઆર ફંડમાંથી નાખી આપવામાં આવી હતી. ચાલુ સાલે આ નંખાયેલ ચાર લાઈટ પૈકી એક એક કરી દરેક સોલાર લાઇટના પોલને તેની પેનલને નુકસાન કરી તેની બેટરી ચોરી કરી જવામાં આવી છે. અગાઉ પણ રાણીપુરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી છે તેમ છતાં હજી સુધી તે બાબતે કોઈ નક્કર પગલાં પોલીસ દ્વારા ભરવામાં આવ્યા નથી. કુલ ૭૨૦૦૦ ની કિંમતની આ ચાર સોલાર લાઇટો ચોરાતા જનતામાં રોષ દેખાય છે. એક તરફ રાજ્યનું પોલીસ વિભાગ ટેકનોલોજી દ્વારા સજ્જ થઈ રહ્યું છે જ્યારે આવા નાના પરંતુ નુકસાન કરતાં તસ્કરોને ડામવામાં પોલીસ મથકો કેમ નિષ્ફળ જણાય છે? એ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રાણીપુરા ગામે યોજાયેલ રાત્રિ સભામાં પણ ચોરીઓ બાબતે રજુઆત થઇ હતી.પરંતુ કોઇ નક્કર પરિણામ ન મળતા ગ્રામજનોમાં ચિંતા જોવા મળે છે. અવારનવાર રજૂઆતો કરવા બાદ પણ ચોરીની ઘટનાઓમાં કોઈ ફર્ક ના પડતા જનતામાં ચિંતાની લાગણી ફેલાયેલી દેખાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ગર્વની વાત : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલી એ.બી.એન.એન ફ્રેસ એક્ષપોટ દ્રારા ગુજરાતમાંથી સૌ પ્રથમ એક ટન ડ્રેગન ફૂટ યુ.કે મોકલાયા…

ProudOfGujarat

પાલેજ ના વેપારી ને આપેલા ચેક પરત ફરતા યુવકને ૧ વર્ષની કેદ

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!