ઝઘડિયા તાલુકામાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ઝઘડીયા, રાણીપુરા, રાજપારડી, ઉમલ્લા, અછાલીયા, દુ:વાઘપુરા, બલેશ્વર બાદ ઝઘડિયાના દુ:બોરીદ્રા ગામમાં કોરોના પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઝઘડિયા તાલુકાના દુ:બોરીદ્રા ગામે રહેતા આશિષ શાંતુભાઇ વસાવાને કોરોના કેસ આવ્યો છે. ગોવાલી પીએચસીમાં સમાવિષ્ટ દુ:બોરીદ્રા ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નવીનગરી વિસ્તારના ૫૫ થી વધુ પરિવારોનો આરોગ્ય સર્વે કરી તેમને જરૂરી માર્ગદર્શન, સૂચનો તથા દવાઓ પુરી પાડવામાં આવી છે. જ્યારે દુ:બોરીદ્રા ગામના કોરોના પોઝિટિવ દર્દી આશિષ વસાવાને કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે તથા તેના પરિવારના બે સભ્યોને અવિધા ખાતે ફેસીલીટી હોમ કવોરેંટાઇન કરવામાં આવ્યા છે. દુ:બોરીદ્રા ગામમાં પ્રવેશનો એકમાત્ર માર્ગ સ્થાનિકો તથા આરોગ્ય વિભાગ તથા ઝઘડિયા પોલીસ વિભાગની મદદ વડે બંધ કરવામાં આવ્યો છે. ઝઘડિયા પંથકમાં દિવસે દિવસે વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે તાલુકા વાસીઓમાં કોરોના પ્રત્યે ભયનો માહોલ વધી રહ્યો છે.
ઝઘડિયા તાલુકાનાં દુ:બોરીદ્રા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી ચિંતા.
Advertisement