Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં ગુમાનપુરા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

Share

ઝઘડિયા તાલુકાનાં ગુમાનપુરા ગામે જુગાર રમતા જુગારીયાઓ પર ઝઘડિયા પોલીસે છાપો મારતા ચાર ઇસમો ઝડપાયા હતા. જ્યારે ત્રણ ઈસમો પોલીસને ચકમો આપી ભાગી છુટ્યા હતા.મળતી વિગતો મુજબ ગઇકાલે પોલીસને બાતમી મળી હતી કે ગુમાનપુરા ગામે એક લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો ભેગા મળી હારજીતનો જુગાર રમે છે. બાતમીના સ્થળે પોલીસે છાપો મારતા કેટલાક ઇસમો ત્યાં જુગાર રમતા જણાયા હતા. છાપામારી દરમિયાન પોલીસે ચાર ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ જેટલા ઈસમો નાસી ગયા હતા. પોલીસે કુલ ૪૭૪૦ જેટલા રૂપિયા કબજે લીધા છે.પોલીસની આ રેઇડમાં (૧) વિનોદ મગન વસાવા રહે. ગુમાનપુરા (૨) પ્રવીણ બીજલ વસાવા રહે. નવાગામ પડાલ. (૩) શના મગન વસાવા રહે. નવાગામ પડાલ. (૪) કિસન વેચાણ વસાવા રહે. ખાટા આમલાની ધરપકડ કરી છે. જ્યારે પિયુષ પ્રવીણ વસાવા રહે.ખાટા આમલા,નિતેશ ઉર્ફે જાડીઓ છના વસાવા રહે. મોરતલાવ, પ્રદીપ પ્રવીણ વસાવા રહે. ખાટા આમલા પોલીસની છાપા મારી દરમિયાન નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સાતેય જુગારીયાઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી ફરાર જુગારીયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીટેકનીક નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ લુવારા ગામ ના પાટિયા પાસે પેસેંજર વાહન પલ્ટી ખાતા ૫ થી વધુ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી..

ProudOfGujarat

લખતર લખતર તાવી રોડ અત્યંત બિસ્માર હાલત માં હોય લોકોને પડતી હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!