ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા જનતામાં ડર ફેલાયો છે. કોરોનાનું સંક્રમણ તાલુકાના ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા આ ચાર કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.અને તેમના પરિવારજનોને અવિધા સરકારી દવાખાના ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. આને લઇને તાલુકામાં જનતા ભયભીત બનેલી દેખાય છે. ઉમલ્લા સરકારી દવાખાનાના મહિલા તબીબ સહિત કુલ ચાર ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.ઉમલ્લા સીએચસી ખાતે પોઝિટિવ અન્ય બે દર્દીઓ મૂળ અંકલેશ્વરના હોય, ઝઘડિયા તાલુકામાં કુલ ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ આજે નોંધાયા છે. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધી રહ્યો છે.આજે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા( દુ:વાઘપુરા) અને બલેશ્વરમાં કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવતાં આરોગ્ય વિભાગ એકશનમાં આવી ગયુ હતું.આજે પોઝિટિવ આવેલા કેસોમાં ૧)ઉમલ્લા સરકારી દવાખાના ખાતે ફરજ બજાવતા મહિલા તબીબ ઝંખનાબેન પટેલ ઉં.વ ૪૬, (૨) જીગીશાબેન પ્રજાપતિ ઉં.વ ૩૨ ઉમલ્લા, (૩) લતીફ મહંમદ શેખ ઉં.વ ૬૩ રહે.ઉમલ્લા તથા (૪) ભાવેશ પ્રજાપતિ ઉં.વ ૨૪ રહે. બલેશ્વરને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વર કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓના પરિવારજનોને અવિધા ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના ઘર સહિતના વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. નગરમાં આજે કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.