Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે ગાયો ચરાવતા ગોવાળે શાળા કર્મચારી પર ધારીયાથી હુમલો કર્યો.

Share

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે એક ગાયો ચરાવનાર ગોવાળીયો શાળાનાં કમ્પાઉન્ડમાં ગાયો ચરાવતો હતો. શાળાના કમ્પાઉન્ડમાં ગાયો ચરતી જોઇને શાળાના ફરજ પરના કર્મચારીએ તેને ગાયો બહાર કાઢવા જણાવતા તેણે ઉશ્કેરાઈ જઇને તેના હાથમાનું ધારીયુ કર્મચારીને મારી દેતાં આ કર્મચારીને હાથનાં ભાગે ફેક્ચર થયું હતું. મળતી વિગતો મુજબ રાણીપુરા ગામે આવેલ માનવ સ્કૂલનાં કમ્પાઉન્ડમાં ગામનો સુનિલ વિઠ્ઠલ વસાવા નામનો યુવાન તેની ગાયો ચરાવવા માટે શાળાનાં કમ્પાઉન્ડમાં ઘૂસ્યો હતો. શાળાના ફરજ પરનાં કર્મચારી વિલ્સન ભાઈ ચરિયાભાઈ ક્રિશ્ચન સુનિલની ગાયો શાળાનાં કમ્પાઉન્ડમાંથી બહાર કાઢતા હતા ત્યારે ગોવાળિયાએ જણાવેલ કે ગાયો કેમ બહાર કાઢો છો? તેમ કહી ઉશ્કેરાઇ જઇને તેના હાથમાંના ધારીયાનો સપાટો વિલ્સનભાઈને ડાબા હાથમાં મારી દેતા તેને હાથમા ફ્રેક્ચર થયું હતું. માનવ સ્કૂલનાં કર્મચારી વિલ્સનભાઈએ આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં સુનિલ વિઠ્ઠલ વસાવા રહે. ટેકરા ફળીયુ રાણીપુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : દહેગામ GIDC ના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે બાળકો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!