Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં દધેડા ગામે રહેતા ધનેશ્વર પ્રેમરામ નામનાં ઇસમની લાશ એસ કુમાર કંપનીનાં પાછળનાં ભાગેથી બાર દિવસ પહેલાં મળી હતી. જે ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધનેશ્વરની ગળુ દબાવી તથા મૂઢ મારમારી હત્યા નિપજાવી તેની લાશ ફેંકી દીધું હોવાનું જાહેર થતા ઝઘડિયા પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા ધનેશ્વર પ્રેમરામ મૂળ રહે. હરદી, મુજફ્ફરપુર, બિહાર નાઓ યુપીએલ-૫ માં એમ.ડી કન્સ્ટ્રક્શનમાં કામ કરતો હતો. ગત તા. ૨૯.૬.૨૦ ના રોજ તેની લાશ એસ કુમાર કંપનીના પાછળના ભાગેથી મળી આવી હતી. દધેડા ગામના સરપંચ જયેશ વસાવાએ ઝઘડીયા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા ધનેશ્વરની લાશ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ગતરોજ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં તેનું ગળું દબાવી મૂઢ મારમારી હત્યા કરી તેની લાશ ફેંકી દીધી હોવાનું જાહેર થયું હતું. આ ઘટના બાબતે ઝઘડિયા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

લીંબડીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ.

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

શું સ્ટારપ્લસની ‘તેરી મેરી દોરિયા’ માંથી અંગદ અને સિરાતના લગ્ન બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નથી પ્રેરિત છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!