Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા : ફીચવાડા ગામનાં કોરોનાગ્રસ્ત ઇસમનું સારવાર દરમિયાન મોત.

Share

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા નજીકનાં ફીચવાડા ગામે એક ચાઇનીઝની લારી ચલાવતા ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ ઇસમને ભરૂચ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ફીચવાડા નજીક વડિયા મંદિરે ચાઇનીઝ મંચુરીયનની લારી ધરાવતા આ રાજેન્દ્રસિંહ કચેલા નામના ૪૬ વર્ષીય ઇસમ ચાઇનીઝના ધંધા માટે રાજપીપલા શાકભાજી લેવા જતા હતા ત્યાંથી સંક્રમિત થયા હોવાની શક્યતા જણાતી હતી.આ ઇસમને કોરોનાનાં લક્ષણ જણાતા તેનો સેમ્પલ લેવાતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.બાદમાં આ ઇસમનાં ઘરનાં સભ્યોને અવિધા સરકારી દવાખાનામાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને આ કોરોના સંક્રમિત દર્દીને ભરૂચ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.દરમિયાન ગઇકાલે રાત્રે આ ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું. કોરોના સંક્રમિત દર્દીનું મોત થતાં અશા ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ઝઘડીયા તાલુકામાં ધીમેધીમે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવાથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

પંચમહાલ : દેશની આર્થિક નીતિનાં ઘડતરમાં ઉપયોગી ડેટા તૈયાર કરવા થઈ રહેલી ગણતરી.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ : તાલુકા પંચાયત, ઓલપાડ ખાતે શિક્ષકોની સંકલન બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!