Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા બ્રિટાનીયા કંપનીમાં ટ્રક ડ્રાઇવરનું અગમ્ય કારણોસર મોત થયું.

Share

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનીયા કંપનીમાં વડોદરાનાં મંજુસર જીઆઇડીસીની પૂનમ ફ્લોરમિલ કંપનીમાંથી ટ્રકમા મેંદો ભરીને આવેલ ટ્રક ચાલકનાં સાથી મિત્ર નિશાન સિંહ અર્જુન સિંહ સિંધુ ઉંમર વર્ષ ૩૩ રહે. પહેલ ગામ તાલુકા ખડુલ સાહબ જી.તરનતાલ (પંજાબ) નું કોઈ અગમ્ય કારણોસર મોત નિપજયું. ઝઘડીયાની બ્રિટાનીયા કંપનીમાં ટ્રકમાં મેંદો ભરીને આવેલ ચાલક અને તેની સાથે આવેલ અન્ય તેના સાથી મિત્ર તેપણ ટ્રક ચલાવતો હોય બંન્ને ઈસમો ટ્રક ખાલી થતા રાત્રે મોડુ થયુ હોય જમીને ગાડીમાં જ સુઈ ગયા હતા, રાત્રે ૧૧ વાગ્યાનાં અરસામાં નિશાન સિંઘ અર્જુન સિંઘ સિંધુને ગરમી લાગતા તેઓ કંપનીમાં ઘાસની લોન પર સુવા ગયો હતો. સવારે તેના મિત્રએ તેને જગાડવા જતા તેઓ બોલ્યો ના હતો અને તેને ઉઠાવતા તેના શરિરમાં કોઈ હલન ચલન ના થતા બેભાન જેવો હતો જેથી તેના સાથી મિત્રએ કંપનીની સિક્યોરિટી ઓફિસ પર જાણ કરતાં સિક્યોરિટીનાં માણસો આવીને જોતાં તેને કંપનીની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ડોક્ટરે મરણ જાહેર કર્યો હતો. મૃત્યુ પામનારનાં કેવી રીતે મરણ થયું છે જેના વિશે હજુ સુધી કોઇ કારણ જાણી શકાયું નથી, આગળની તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સુરત : પલસાણા પોલીસ મથકમાં પોલીસ કર્મી વિરૂદ્ધ નોંધાય બળાત્કારની ફરિયાદ : શું હવે પોલીસ કર્મીઓથી પણ ડરવું પડશે ?

ProudOfGujarat

અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું કરાયું સન્માન.

ProudOfGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!