Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા રેલ્વે ફાટકનાં બે દિવસનાં મેન્ટેનન્સ કામ દરમિયાન ફાટક પરનો રોડ ડામરયુક્ત કરાયો.

Share

અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ઉમલ્લા મુખ્ય બજારની ફાટકની બે દિવસીય મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થતાં વાહનો હવે આવજા કરતા થયા છે.બે દિવસીય કામગીરી અંતર્ગત ઉમલ્લાની રેલ્વે ફાટક પરનો રોડ ડામર પાથરીને વ્યવસ્થિત બનાવાતા હવે તેનો લાભ અશા, પાણેથા, ઇન્દોર વેલુગામ પંથકનાં ગામોને મળશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વે દ્વારા અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ફાટકો અને ટ્રેકની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત બે દિવસ પહેલા ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે મુખ્ય બજારમાં આવેલ રેલ્વે ફાટકનાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પુર્ણ થતાં હવે વાહનોની રેલ્વે ફાટક પરથી અવરજવર પુન: શરૂ થવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

રાજપીપલા : તા. ૧૦ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧-૦૦ કલાકે ૧૩૮.૫૫ મીટરે નોંધાઇ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 26 કોરોના પોઝીટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1122 પર પહોંચી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમાં ૧૦ સે.મીનો વધારો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!