પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેક અને ફાટકોનું રિપેરિંગ કામ હાથ ધરાયુ છે, તે અંતર્ગત ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે મુખ્ય બજારની રેલ્વે ફાટક બે દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.રાજપારડી સ્થિત રેલ્વે કાર્યાલયની એક યાદીમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ઉમલ્લા મુખ્ય બજારની રેલ્વે ફાટક નં.૪૩ તા.૩૦ જુન મંગળવારનાં સવારનાં ૮ વાગ્યાથી તા.૧ જુલાઈ બુધવારનાં સાંજના ૬ વાગ્યા સુધી જરૂરી રિપેરિંગ માટે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.તેથી આ સમય દરમિયાન પાણેથા વેલુગામ સહિતનાં ગામોએ જવાવાળા વાહનો આ સ્થળેથી પસાર થઇ શકશે નહિં.વધુમાં જણાવાયા મુજબ આ બે દિવસો દરમિયાન વાહનોને લેવલ ક્રોસીંગ નં.૪૬ અને એલએચએસ નં.૬૩ એ, ૬૭ એ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.તેથી વાહનોએ અવરજવર માટે ડાયવર્ઝન અપાયેલ રસ્તેથી પસાર થવાનું રહેશે.પશ્ચિમ રેલ્વે દ્વારા અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ટ્રેક અને ફાટકોનું સમારકામ હાથ ધરવામાં આવેલ હોય,તે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.