વેસ્ટન રેલ્વે દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવાની હોય, બે દિવસ માટે ઝઘડીયા નજીકની ગુમાનદેવ રેલ્વે ફાટક બે દિવસ માટે વાહનો માટે બંધ રાખવામાં આવશે. અંકલેશ્વર, ભરૂચ તરફથી આવતા અને ઝઘડીયા, રાજપારડી, રાજપીપલા તરફ જતા ટ્રાફીક માટે ગુમાનદેવ પાસેની રેલવે ફાટક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત તરફથી તેમજ અંકલેશ્વર ભરૂચ તરફથી આવતા અને ઝઘડીયા, રાજપારડી, રાજપીપલા તરફ જતા તમામ વાહનોનો ટ્રાફિક આગામી શનિવાર, રવિવાર તા.૨૭ અને ૨૮ જુનનાં રોજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કામગીરી હાથ ધરવાની હોઇ, બે દિવસ માટે રેલવે વિભાગ દ્વારા ગુમાનદેવ ફાટક બંધ રાખવાના નિર્ણય બાદ તમામ ટ્રાફીકને લેવલ ક્રોસીંગ નંબર.૮ અને એલ.એચ.એસ નં.૧૮ એ અને ૨૩ બી પર ડાઇવર્ટ કરી બે દિવસ માટે ઝઘડીયા, ઝઘડીયા જીઆઇડીસી, રાજપારડી, રાજપીપલા તરફ જવાનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર રાજપીપલા સેક્શનની રાજપારડી કચેરી દ્વારા જણાવાયુ છે કે ગુમાનદેવ ફાટકનું સમારકામ જો આ બે દિવસમાં પૂર્ણ નહી થાય તો એક દિવસનું એક્સટેન્શન લેવામાં આવશે. જેથી સોમવારે પણ ગુમાનદેવ ફાટક બંધ રહેેેવાની શક્યતા છે તેમ જણાવવામાં આવ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.