Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામે ઇકો ગાડીમાં રાખેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપી પોલીસે કુલ રૂ.૨,૮૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Share

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામે ઇકો ગાડીમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયો હતો.ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પ‍ાણેથા ગામે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવે છે.પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગામનાં બીલીયા ટેકરા વગામાં એક ઇકો ગાડીમાંથી બે મીણીય‍ા કોથળામાં રાખેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની-મોટી કુલ ૫૩૦ બોટલો મળી આવી હતી.પોલિસની આ રેડમાં રાહુલભાઇ રસીકભાઇ ઉર્ફે ટીનીયો વસાવા ઝડપાઇ ગયો હતો. જ્યારે ઇકો ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇને નાસી છુટ્યો હતો.પોલીસે આ રેડ દરમિયાન ભારતીય બનાવટનાં વિદેશી દારૂની રૂ.૩૫૦૦૦ જેટલી કિંમતની કુલ ૫૩૦ બોટલો અને એક ઇકો ગાડી કિંમત રુ.૨૫૦૦૦૦ મળી કુલ રુ.૨,૮૫,૦૦૦ નો મુદ્દામ‍ાલ કબ્જે લઇને ક‍ાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આના પગલે દારૂનાં ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ-વાલિયા તાલુકાના મૌઝામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયાં..

ProudOfGujarat

ભરૂચ : ને.હા ૪૮ ઝંગાર ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!