Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં મોહન ફળિયામાં તસ્કરો દ્વારા એક ઘરનો પાછળનો દરવાજો તોડી કુલ રૂ. ૫૭,૪૦૦ નાં મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી ગયા હતા.

Share

ઝઘડિયાનાં મોહન ફળિયામાં રહેતી ગીતાબેન સુરેશભાઈ વસાવાનાં ઘરને ગતરોજ રાત્રીએ તસ્કરો દ્વારા નિશાન બનાવી હજારો રૂપિયાનાં સોના ચાંદીનો ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા છે. ગતરોજ રાત્રિએ ગીતાબેન તેમના પરિવાર સાથે જમી પરવારી સુઈ ગયા હતા. રાત્રીનાં કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનો પાછળનો દરવાજાનાં કોઈ સાધન વડે નચુકા કાઢી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલ તિજોરીમાંથી તસ્કરો દ્વારા બે ચાંદીના સાંકડા, બે સોનાની વિટી, એક જોડ સોનાની બુટ્ટી, એક જોડ સોનાની કડીઓ, ચાર નંગ ચાંદીની લકી કુલ રૂ. ૨૮,૯૦૦ તેમજ રોકડા રૂપિયા ૨૮,૦૦૦ મળી કુલ રૂ. ૫૭,૪૦૦ નાં મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગીતાબેન સુરેશભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સંસદીય મત વિસ્તારના મતદાનની ટકાવારી તાપ-તડકા અને લગ્નની મોસમ પર આધારિત.જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચ : મકાનમાં તોડફોડ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો, દયાદરા ગામનું હોવાનું અનુમાન.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અસ્તિત્વના 25 વર્ષ વીત્યા છતાં નર્મદાના પાંચ તાલુકાઓમાં એકપણ ફાયર સ્ટેશન નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!