Proud of Gujarat
FeaturedGujaratINDIA

ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર શબ્દો ઉચ્ચારનાં વિરોધમાં ઝઘડીયા મામલતદારને આવેદન.

Share

તા.૧૫ મી જુનનાં રોજ અમીષ દેવગન નામનાં એક ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સુફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી વિષે ન્યુઝ ચેનલનાં ડિબેટમાં ખરાબ અપમાનજનક શબ્દો ઉચ્ચારાયા હતા. મુસ્લિમ સંતપુરૂષ વિષે હલ્કા શબ્દો બોલીને કોમી એખલાશને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યુ છે. ત્યારે તેનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે.આજરોજ ઝઘડીયા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ઝઘડીયા મામલતદારને એના વિરુદ્ધમાં આવેદન આપીને ખરાબ શબ્દો ઉચ્ચારનાર એન્કર વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અત્યારે આખા દેશે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોની મેલી મુરાદો સામે એક થઇને લડવાનું છે ત્યારે રાષ્ટ્રની અખંડ એકતાને ઠેસ પહોંચે તેવું કૃત્ય ચલાવી લેવાય નહિં.અત્યારે દેશને અખંડ એકતાની જરૂર છે ત્યારે બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવા ઉચ્ચારણો કરનાર પ્રત્યે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગુલામહુશેન ખત્રી, રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

જૂનાગઢ સાબલપુર GIDCના પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ-ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો….

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!