Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં મોટાસોરવા ગામે વીજળી પડતા એક યુવકનું સ્થળ પર જ મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં મોટાસોરવા ગામે વીજળી પડતા એક યુવકનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે મૃતકનાં પિતા મુકેશભાઇ મણિલાલ વસાવા રહે.ગામ મોટાસોરવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. બનાવની વિગતો મુજબ તા.૧૪ મીના રોજ સાંજના સમયે ફરિયાદી તેની પત્નિ અને મોટા પુત્ર આર્તિક સાથે વાડામાં કામ કરતો હતો ત્યારે છ વાગ્યાનાં અરસામાં વરસાદ ચાલુ થયો હતો.તે દરમિયાન વરસાદ સાથે વીજળીનો કડાકો થતાં પતિ પત્નિ ઘરમાં દોડી ગયા હતા.તેમની સાથે વાડામાં કામ કરી રહેલો પુત્ર આર્તિકકુમાર ઉ.વર્ષ ૧૬ ઘરમાં આવેલો નહિં જણાતા પતિ પત્નિ વાડામાં તપાસ કરવા ગયા હતા.ત્યારે ત્યાં આર્તિક જમીન પર પડેલો હતો.તેને પહેરેલા કપડા અલગ-અલગ જગ્યાએથી ફાટી ગયેલા હતા અને કમરના ભાગે દાઝી ગયેલ હતો.તેને બોલાવવા છતાં બોલતો ન હતો તેમજ શ્વાસ પણ ચાલતા ન હતા.તેથી આર્તિકનું વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હોવાનું જણાતા મૃતકનાં પિતાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

ProudOfGujarat

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

ProudOfGujarat

રાજપીપલામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!