Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા પો.સ્ટે.નાં વિદેશી દારૂની હેરફેરનાં ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ તેમજ દારૂ / જુગાર ની ગે.કા , ની પ્રવૃતિ અટકાવવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસોએ કાર્યવાહી હાથ ધરેલ દરમ્યાન ઝઘડીયા પો.સ્ટે.માં તા ૨૬/૦૪/૨૦૨૦ ના રોજ દારૂબંધી હેઠળ ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરફેર કરતા ઇસમને પોલીસ દ્વારા પકડવા જતા આરોપી મો.સા. તથા દારૂની બોટલો મુકી નાસી ગયેલ અને પકડાયેલ નહી જે ગુનામાં સંડોવાયેલ આરોપી મોટરસાયકલનાં ચાલક બાબતે એલ.સી.બી ની ટીમે તપાસ કરી આરોપી સતીષભાઇ મોહનભાઇ વસાવા રહે – તલોદરા નવી નગરી તા – ઝઘડીયા જી – ભરૂચનાને આજરોજ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સોંપેલ છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ProudOfGujarat

ડીસા શહેરમાં હરસોલિયા વાસમાં ગટરનાં પાણી પ્રવાહના કારણે ત્રણ મકાન ધરાશાયી.

ProudOfGujarat

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!