ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ જિલ્લામાં દારૂ વેચાણની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને એલસીબી ભરૂચનાં પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. પોલીસની અલગ અલગ ટીમો બનાવેલ જે અનુસંધાને એક ટીમ કોવીડ ૧૯ મહામારી અનલોક બંદોબસ્ત અન્વયે ઉમલ્લા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી સ્ટાફનાં પોલીસ કોન્સ્ટેબલ ફતેસિંગ નાઓને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકતનાં આધારે ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે રેડ કરતાં રસિક ઉર્ફે ટીનો રામસિંગ વસાવાનાં ઘરેથી ૧૪૧૦ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો અને આરોપી સને ૨૦૧૮ નાં વર્ષથી નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં પ્રોહિબીશન એકટનાં ગુના મુજબનાં કામમાં નાસતો ફરતો હોય જેને મુદ્દામાલ સાથે પકડી પાડી ઉમલ્લા પોલીસને સોંપવામાં આવતા ઉમલ્લા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement