ઝઘડીયા તાલુકાનાં રાજપરા ગામે સીમમાં ખાડી નજીક જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડયા હતા.જ્યારે પાંચ જેટલા ઇસમો નાસી છુટ્યા હતા.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૫ નાં રોજ પોલીસને મળેલ બાતમી મુજબ પોલીસે રાજપરા ગામે રેઇડ પાડતા ખાડી પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાનું જણાયુ હતુ. પોલીસને જોઇને પાંચેક જેટલા ઇસમો નાસી છુટ્યા હતા. જ્યારે પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે આ ગુનામાં મુસાભાઇ ખોખર રહે.રાજપારડી, જયેશભાઇ વસાવા રહે.રાજપરા, રણજીતભાઇ વસાવા રહે.રાજપરા,કાન્તીભાઇ વસાવા રહે.સાંકરીયા અને રાહુલભાઇ વસાવા રહે.જુનાપોરાને અટકમાં લીધા હતા.પોલીસે રેઇડ દરમિયાન રોકડા રૂપિયા, બે મોટરસાયકલ તથા મોબાઇલ નંગ ૩ મળી કુલ રૂ.૯૮૭૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર જુગાર ઝડપાવાના બનાવો બનતા ચકચાર મચી જવા પામી છે.જુગાર ઝડપાવાની આ ઘટનાને લઇને પંથકમાં જુગાર સાથે સંકળાયેલા ઇસમોમાં ભાગદોડ મચી જવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.