Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકામાં દીપડાના આતંકથી અનેક ગામોનાં લોકો ભયભીત છે જેમાં થોડા દિવસો પહેલા વાસણા ગામમાં દીપડો દેખાતા વનવિભાગને જાણ કરતાં વનવિભાગે પાજરું મૂકી દીપડો ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

Share

ઝધડીયા પંથકમાં છેલ્લા ધણા સમયથી અનેક ગામોમાં વન્ય પ્રાણી દીપડાઓ દ્વારા આતંક મચાવ્યો છે કેટલાયે ગામોમાં પાંજરા મૂકીને દીપડાને ઝડપી લેવામાં આવ્યો છે જયારે ઝધડીયાનાં વાસણા ગામે દીપડો ફરતો હોવાથી ગામ લોકો ભયભીત થયા હતા જેની જાણ ઝધડીયા વનવિભાગમાં મહેશભાઇ વસાવા દ્વારા કરવામાં આવતાં વનવિભાગ દ્વારા દીપડો જયાં દેખાયો હતો તે જગ્યાએ પાંજરું મૂકીને દીપડાને ઝડપી લેવાની કામગીરી કરી હતી જે ગતરાત્રિનાં સમયે પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.ઝધડીયા વનવિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે જંગલમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મિલેનીયમ માર્કેટ પાંચબત્તીને જોડતા રસ્તા પર 66 કેવીની લાઈન નાંખતા તૂટી ગયેલા રસ્તાનું સમારકામ ન થતા રહીશોને હાલાકી.

ProudOfGujarat

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડ: શહેરા પોલીસે ખેડૂતોના નિવેદનો નોધ્યા, સર્વેયર જે.કે. વણકરના નિવાસ સ્થાને પણ પોલીસનું સર્ચ ઓપરેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!