Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીમાં રોલ પડતા બે કામદારોનાં મોત.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામથી ત્રણેક કીલોમીટર દુર આવેલ આર.પી.એલ.કંપનીમાં ઉપરથી રોલ પડતા કંપનીમાં કામ કરતા બે કામદારોનું કરૂણ મોત નીપજ્યુ હતુ. કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયભાઇ મિસ્ત્રીએ ઉમલ્લા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૩ ના રોજ કંપનીમાં કામ કરતા બે કામદારો સુરેશભાઈ સોમાભાઇ વસાવા અને રાકેશભાઇ રમેશભાઇ વસાવા બંને રહેવાસી ગામ વલા તા.ઝઘડીયા જિ.ભરૂચના બપોરનાં સમયે ગોડાઉનની અંદર ટાયર કોડ રોલની બાજુમાં આરામ કરતા હતા ત્યારે ટાયર કોડ રોલની ઉપર મુકેલ બીજો રોલ કોઇ આકસ્મિક કારણસર તેમની ઉપર પડ્યો હતો.દરમિયાન આ બંને કામદારોને ઇજાઓ થતા કંપનીનાં દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતુ.બાદમાં તેમના મૃતદેહોને ઉમલ્લા સરકારી દવાખાને પી.એમ માટે લઇ જવાયા હતા. ઉમલ્લા નજીકનાં વલા ગામના આ બે યુવકોનાં આકસ્મિક કરૂણ મોત નીપજતા સમગ્ર ગામમાં શોક ફેલાઇ જવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી, 20 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ગૌરવ -બિહાર ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા કબડ્ડી ટુર્નામેન્ટ માં જેમાં ભરૂચ નો ખેલાડી પણ ભાગ લેશે

ProudOfGujarat

નડિયાદના વડતાલ ગામે ઘરની બહાર ઉભેલા વ્યક્તિને કારચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!