કોરોનાથી ઉભી થયેલી કટોકટીમાં રોજ કમાઈને ખાનારા પરિવારોની હાલત સૌથી વધુ કફોડી બની છે, વેપાર રોજગાર ઠપ છે, ત્યારે ગરીબ પરિવારોને બે ટંકનાં ભોજનનાં પણ ફાંફા થતાં, પરિસ્થિતિ ઔર વણસી હતી. મુળ હિંમતનગરનાં અને રાજપારડીમાં વેપાર ઉદ્યોગ માટે સ્થાયી બનેલા અને “રેતીવાળા બાપુનાં નામે જાણીતા એવા “ઈમ્તીયાઝ અલી સૈયદ લોકડાઉન બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં ગરીબોની હાલત પારખી જઈને ઝઘડિયા તાલુકાનાં રાજપારડી અને આજુબાજુનાં અને રાજપીપળાનાં સિસોદ્રા,પ્રતાપનાગર જેવા બીજા અનેક ગામોને આવરી લઈ અનાજ, શાકભાજીની કીટો બનાવી યુદ્ધનાં ધોરણે વિતરણ શરૂ કરાવ્યું હતું. તેમજ રોકડ રકમની સહાય પણ કરી હતી. કહેવાય છે કે સરકાર જ્યાં-જ્યાં ગરીબોની મદદ કરવામાં ઉણી ઉતરી ત્યાં “રેતીવાળા બાપુ જેવા સેવાભાવી લોકો આગળ આવીને ઉભા રહી ગયા, અને નાત-જાત કે ધર્મના ભેદને ફગાવી દઈ ને હીન્દુ-મુસ્લિમ સૌ કોઈ માટે મદદનો ધોધ વહાવડાવી દીધો હતો, દર વર્ષે રમઝાન માસમાં પણ તેઓ આ રીતની સેવાકીય પ્રવૃત્તિ કરતાં જ હોય છે પણ આ વખતે સંજોગો એ એમની સેવાનો વર્તુળ વધારવાનો અવસર મળ્યો હતો, 24 માર્ચથી શરૂ થયેલાં લોકડાઉનથી 20 મે સુધી લગભગ 5000 પરિવારો સુધી મદદ પહોંચાડવામાં તેઓ સફળ થયાં હતાં. આ સાથે જ ઈમ્તીયાઝ અલી બાપુએ આવનાર ઈદ ઉલ ફીત્ર અને રમઝાન મહીનાનાં આખરી જુમાની નમાઝને લઈને એક વિડીયો સંદેશ જારી કરીને મુસ્લિમ ભાઈઓને લોકડાઉનનાં નિયમોનું પાલન કરતાં ઘરમાં જ રહી સાદાઈથી ઉજવણી કરવાની અપીલ કરી હતી.
કોરોના મહામારીથી આર્થિક હાલાકીનો ભોગ બનેલાં 5000 પરિવારો માટે રાજપારડીનાં મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ બાપુએ અનાજ, શાકભાજીની કીટોનું વિતરણ કર્યું હતું .
Advertisement