Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઈડીસીની વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ પર ફુલવાડી ગામનાં બે ઈસમોએ કુહાડીની મુંદર મારી ઇજા પહોંચાડતા બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Share

ઝઘડિયા તાલુકાનાં તલોદરા ગામે રહેતા ભરતભાઈ રમણભાઈ પટેલ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. ગતરોજ ભરતભાઈ કંપનીમાં ફરજ પર હતા ત્યારે ફુલવાડી ગામના અલ્પેશ પટેલ અને સંજય પટેલ નામના ઈસમો કંપની પર આવી અને કહેતા હતા કે તું કંપનીના માણસોને કેમ ધમકાવે છે તેમ કહેતા ભરતભાઈએ જણાવેલ કે મે કોઈને ધમકાવેલ નથી તેમ છતાં બંને ઈસમોમાં બેન સમાણી ગાળો બોલી ભરતભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગેલ. અલ્પેશ પટેલ નામનો ઇસમ એકદમ ઉશ્કેરાઈ જઇ કંપની બહારથી કુહાડી લઈ આવ્યો હતો અને ભરતના ડાબા હાથની કોણી પર તેની મુંદર મારી ઇજા પહોંચાડી હતી. મારનો ભોગ બનેલ કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ ભરતભાઈ રમણભાઈ પટેલએ અલ્પેશ જે.પટેલ, સંજયભાઈ પટેલ બંને રહેવાસી ફૂલવાડી તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ મહિલા પોલીસની સરાહનીય કામગીરી : કેટલાક ગુનાઓમાં નાસતા ફરતા ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભાવનગર યુનિવર્સિટીને નિયત સમયસીમા સુધીમાં યુ.જી. અને પી.જી. માટે કુલ ૨૯ અરજી મળી.

ProudOfGujarat

વડોદરામાં તહેવારોનો ત્રિવેણી સંગમ થતા ભક્તોએ આનંદ – ઉલ્લાસપૂર્વક પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!