Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા એસ.કુમાર કંપનીનાં કામદારોને પગાર નહી ચુકવાતા કંપની બહાર ધરણાં પ્રદર્શન.

Share

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ એસ.કુમાર કંપનીના અંદાજિત ૩૦૦ થી વધુ કામદારોને એપ્રિલ માસનો પગાર નહી ચુકવવામાં આવતા કામદારો હડતાળ પર ઉતર્યા. કોરોનાવાયરસની અસર વચ્ચે લોક ડાઉનના સમયગાળા દરમિયાન કામદારોને કંપની ખાતે જવા માટે વાહનોની સુવિધા નહીં હોવાથી છતા કેટલાક કામદારો એપ્રિલ માસ દરમિયાન કામ પર જઈ શક્યા નથી જેથી કંપનીએ કામદારોને પગાર ચુકવવાની ચોખ્ખા શબ્દોમાં મનાઈ ફરમાવી છે જેથી કામદારો કંપનીના ગેટપાસે ધરણા પર બેઠા હતા, ભરૂચ કલેકટર સાહેબે તા.૨૯-૩-૨૦૨૦ના રોજ પ્રમુખશ્રી જી.આઈ.ડી.સી. યુનિયન ભરૂચને પત્ર લખી કોઈપણ શ્રમિકોને પગાર વેતન ન કાપવાની સૂચના આપેલ છે. આ અંગે ભારત સરકારે પણ સૂચનાઓ આપેલ છે. સરકારશ્રીનો આદેશ હોવા છતાં પણ કામદારોને કંપની એસ.કુમાર દ્વારા એપ્રિલ માસનો પગાર નહી ચૂકવવાનુ જણાવ્યું છે. જેથી કામદારોએ કંપની બહાર ભેગા મળી હડતાળ કરી ઝઘડીયા મામલતદાર અને ભરુચ કલેક્ટરને વોટ્સએપના માધ્યમથી આવેદનપત્ર મોકલી તંત્રને નમ્ર વિનંતી કરી કે કંપની સંચાલકોને સુચન કરવામા આવે કે એપ્રિલ માસનો પૂરેપૂરો પગાર ચૂકવવા સુચના આપવા માટે કામદારએ સાહેબશ્રીને નમ્ર અરજ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!