હાલમાં કોરોનાને લઇને દેશ વ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.ગુજરાતમાં પણ ઢગલાબંધ કોરોના પોઝિટિવ કેસો જણાતા તંત્ર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણને વધતુ અટકાવવા જરૂરી પગલા ભરાઇ રહ્યા છે.તે અંતર્ગત કોરોનાનાં સંક્રમણને વધતુ અટકાવવા એક જિલ્લામાંથી બીજામાં જવા આવવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલીક વ્યક્તિઓ એક જિલ્લામાંથી બીજામાં જરૂરી મંજુરી વિના આવતા હોય છે.ત્યારે આમ કરાતા તેઓ પોતાનું તેમજ અન્યનું સ્વાસ્થ્ય જોખમમાં મુકતા હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે રહેતા ભાવેશભાઇ રમણીકલાલ શાહ તા.૧૦ મી મેના રોજ અમદાવાદ ખાતે રહેતી તેમની દિકરી ધરતીબેન શાહને વણાકપોર ગામે લાવ્યા હતા.રાજપારડી પોલીસને આ બાબતની ખબર મળતા તેઓ પાસે એક જિલ્લામાંથી બીજામાં જવા અંગેનો સક્ષમ અધિકારીનો મંજુરી પત્ર માંગતા તે મળી શકેલ નહિ.જેથી પોલીસે બંને બાપ દિકરી ભાવેશભાઇ રમણીકલાલ શાહ તેમજ ધરતીબેન શાહ વિરુદ્ધ સરકારી જાહેરનામાનો ભંગ કર્યા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ધરતીબેન અમદાવાદથી વણાકપોર આવ્યા ત્યારે આરોગ્ય વિભાગને તેની જાણ થતાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના પરિવારને હોમ ક્વોરેન્ટાઇન પણ કરાયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.