હાલ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં હોય ભરૂચ કલેક્ટર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. વેપારીઓને સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી અપવામા આવી છે છતાં ઉમલ્લા અને વાઘપરા ગામનાં વેપારીઓ દ્વારા બપોરે એક વાગ્યે સ્વયંભુ દુકાનો બંધ કરી સરકારશ્રીનાં નિયામોનુ પાલન કરી રહયા છે,ત્રીજા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યુ છે અને હાલ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં હોય ઉમલ્લા અને વાઘપુરા વેપારી મંડળનાં પ્રમુખે જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસનો સંક્રમણ વધુ ના ફેલાય એ માટે વેપારી મંડળ બપોરે એક વાગ્યે સંપૂર્ણપણે દુકાનો બંધ કરી તંત્રને સહકાર આપવા આ પગલું લેવામાં આવ્યું છે. ભરૂચ કલેક્ટર શ્રીના હુકમથી સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસનો ફેલાવો વધુ ના થાય તે માટે વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઉમલ્લા અને વાઘપુરા બજારના તમામ વેપારીઓ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે પોતાની દુકાન ઉપર વેચાણ કરે છે અને કોઇ પણ ગ્રાહક માસ વગર દુકાને આવતો નથી અને તમામ ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી સરકારની અમલવારીનો પાલન કરે છે.
ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા અને વાઘપરા બજારનાં વેપારીઓનું બપોર પછી સ્વયંભુ લોકડાઉન.
Advertisement