ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનીયા કંપની દ્વારા સ્થાનિક કામદારોના લોકડાઉન સમયગાળા દરમિયાનનો પગાર નહીં ચૂકવાતા કામદારો ગતરોજ કંપનીનાં ગેટ બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને પગાર નહીં ચૂકવવામાં આવ્યો તો ધરણા કરી તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. પરંતુ કંપનીના સત્તાધીશોને કામદારોના વિરોધથી કોઈ ફરક ન પડતાં કંપનીએ પગાર ચૂકવવા વિશે કોઇ જવાબ ના આપ્યો હતો. જેથી કામદારો ઝધડીયા મામલતદાર ઓફિસે ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી અને તંત્રએ આ વિષય પર કોઈ પગલાં લઈ પગાર ચુકવાય તેવી રજૂઆત કરી હતી છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજરોજ બીજા દિવસે બ્રિટાનિયા કંપનીના ગેટ પર ૫૦૦ થી વધુ કામદારો આકરા તાપમા પોતાના પગાર અને વિવિધ પ્રશ્નો મુદ્દે ધરણા પ્રદર્શન પર બેઠાં છે, અંકલેશ્વર ડી.વાય.એસ.પી એ આ કામદારોની મુલાકાત લઇ પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ વિષય પર ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કલેક્ટરને પત્ર લખી કામદારોનું લોકડાઉન સમયગાળા દરમિયાનનો પગાર ચૂકવવા તથા બ્રિટાનિયા કંપનીમાં મહિલાઓને નાઈટ શીપમાં આવા ફરજ પાડવામાં આવે છે તે સદંતર બંધ કરાવવા સુચન તથા ભલામણ કરી છે.
ઝઘડીયા બ્રિટાનીયા કંપની દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર નહીં ચૂકવાતા કામદારોએ સતત બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન કર્યું.
Advertisement