તા.10/05/2020 રોજ સાંજે 20:30 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ ખારીયા ગામે પહોંચતાં સુરેખાબેનનાં સંબધીઓ ફોનમાં જણાવેલ કે સુરેખાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ૧૦૮ ઇ એમ ટી હિતેશ તડવી અને પાઇલોટ દાનસિંહભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ઈ.એમ.ટી. હિતેશ તડવીને ડીલીવરીનાં લક્ષણો જણાતા હિતેશ તડવી અને પાયલોટ દાનસિંહભાઈ બંને તથા પરિવારનો સહારો લઇ ભેગા મળીને સુરેખાબેનનાં ઘરે જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હોવાથી ખારીયા ગામે સુરેખાબેનનાં ઘરે જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ સુરેખાબેન ને 20:42 વાગ્યે સાંજે બાળકીને જન્મ થયો. 108 એમ્બ્યુલન્સ ઝઘડિયાના લોકેશન દ્વારા એક દિવસ પહેલા પણ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ આ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સુરેખાબેન દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો.
સુરેખાબેન અને બાળકીને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝધડિયા ખાતે ખસેડવામાં આવેલ છે.૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરી ગત દિવસમાં ૨ સફળ ડિલિવરી કરાવવા બદલ સગર્ભાનાં પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ એમ ટી હિતેશ તડવી તેમજ પાઇલોટ દાનસિંહભાઈ રાજપુતને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.
GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ લઈ ખારીયા ગામ પહોંચી મહિલાને તેમના ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.
Advertisement