ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે. આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓનાં જુદા જુદા સમુદાય આવેલા છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસીઓને પ્રકૃતિ પૂજક સમાજ ગણવામાં આવે છે. દરેક આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, પરંપરા, રહેઠાણ પહેરવેશ જુદા જુદા જોવા મળે છે. અંબાજીથી લઈને ઉમરગામ અને છેવાડેનાં ડાંગ સુધી આદિવાસીઓની વસ્તી આવેલી છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરી એ તો વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, રાજપીપલા સહિતમાં પણ આદિવાસી વસાવા સમાજ પ્રકૃતિના પૂજા અને સંરક્ષણ કરતું આવ્યું છે ત્યારે નવા યુગ સાથે વસાવા સમાજનાના લોકો રાજકીય સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ,ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન પણ કરી રહ્યું છે પરંતુ હજુ પણ આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસનો અને શિક્ષણ સ્તરમાં ઊંચું આવે સાથે અલગ અલગ વેચાયેલા સમાજના લોકો સંગઠિત થઈ સમાજ અને દેશની વિકાસમાં લોકોનું વધારેમાં વધારે ફાળો આપી સમાજનું નામના કરે અને સમાજ સંગઠીત થાય તે ઉદ્દેશ સાથે સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન કિકેટ ગ્રાઉન્ડ ખાતે “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા” નું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાન્ત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું.
“સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”માં આદીવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યોઓ, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ આપવાનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમ દરમ્યાન ભાષણમાં સરકારની ટીકાઓ થતા જ સાંસદ મનસુખભાઇ વસાવા ઉશકેરા હતા અને સ્ટેજ પર ઉભા થઈ જઈ ભાષણ બંધ કરવાની અપીલ કરતા નજરે પડતા સામે પક્ષે લોકો દ્વારા ભાષણ ચાલુ જ રાખવા જણાવી ભારે હોબાળો મચાવ્યો હતો.