ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વડિયા ખાતે અતિ પૌરાણિક ગણાતું ભાથીજી દાદાનું મંદિર આવેલું છે જ્યાં દર દસમ ના રોજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના ભાવિ ભક્તો પગપાળા તેમજ સઁઘ લઈ અને ભાથીજી દાદાના મંદિરે દર્શનાર્થે જતા હોય છે ત્યારે દર વર્ષ ની જેમ નવરાત્રી ના દશેરા નિમિત્તે મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટીયા હતા તેમજ લોકોએ ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં આવેલ દર્શનાર્થીઓ દ્વારા મંદિર ખાતે દાદા નો પ્રસાદ લઈ પ્રાંગણમાં ભરાયેલ મેળાનું પણ લહાવો લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારના લોકોમાં ઝગડીયા ના વડીયા ખાતે આવેલ ભાથીજી દાદા ઉપર લોકો ની અપાર શ્રદ્ધા હોય જેથી હિન્દૂ સમાજ ના મોટી સંખ્યામાં લોકો અહીં દર દશમ નિમીતે આવતા હોય છે અને વહેલી સવારથી લોકો પગપાળા જઇ દર્શનનો લાભ લેતા હોય છે.
Advertisement