Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેમિકલ ચોરી કરતી ગેંગને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી, કરોડોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC માંથી પોલીસે ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ્સની ચોરી કરતી આંતરરાજ્ય રાજસ્થાની ગેંગને ઝડપી છે. રૂપિયા 1.11 કરોડના કેમિકલ્સ, 4 ટેન્કર મળી કુલ ₹2.31 કરોડના મુદ્દામાલ સાથે 4 ટેન્કર ચાલકોની ધરપકડ કરાઈ છે.

ઝઘડીયા GIDC ની કે.એલ જે પેટ્રોપ્લાસ્ટ કંપનીના કેમિકલ ભરેલ ટેન્કરમાંથી પાના વડે પાઇપ ખોલી કેમિકલ કાઢતા ટેન્કરના ડાઇવરોને રૂપિયા 2.31 કરોડના મુદામાલ સાથે પકડી પાડી કેમિકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરાયો છે.

Advertisement

ઝઘડીયા જી.આઇ.ડી.સી. PSI બી.એસ.શેલાણાને ટેન્કરમાંથી કેમિકલ ચોરીની અંગત બાતમી મળી હતી. કે.એલ.જે પેટ્રોપ્લાસ્ટ કંપની પાસે ધારોલી ચોકડી તરફ જવાના રોડની સાઇડમા જીગર રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઇવરો ટેન્કરો ઉભા રાખી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી પ્લાસ્ટીકના કરબામાં ભરતા સમયે જ રંગેહાથ પકડી લેવાયા હતા.

બાડમેર અને જેસલમેરના રેકેટમાં સંડોવાયેલા મોહમદ રફીક જસુબખાન, નિહાલ શરીફખાન, સોકતઅલી એલિયાસખાન અને બસાયાખાન મતલબખાનની ધરપકડ કરાઈ છે. પોલીસે સ્થળ પરથી ફેથેલેટ પ્લાસ્ટીસાઇઝર 92 ટન કેમિકલ્સ કિંમત રૂપિયા 1.11 કરોડનું જપ્ત કર્યું છે. સાથે જ 4 ટેન્કર, કારબા, વળવા ખોલવાના સાધનો, 4 મોબાઈલ, રોકડા મળી કુલ ₹2.31 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પકડાયેલા ટેન્કર ડ્રાઈવર કેમિકલ ચોરો છેલ્લા એક વર્ષ દરમ્યાન મહીનામાં 2 વાર ઝઘડીયાથી હરીયાણા દિલ્લીની ટ્રીપ મારી છે. લગભગ 15 વખત ઉદયપુર અન્નપુર્ણા હોટલ અને ચુરું રોયલ હોટલ ખાતે આ પ્રકારે ટેન્કરમાંથી કેમીકલ કાઢી પ્લાસ્ટીકના કારબા ભરી કેમીકલ ચોરી કરી છે.

ટેન્કરના ડ્રાઇવરો પોતાના સાથે ખાલી પ્લાસ્ટીકનુ કારબુ , પાઇપના ફ્લેન્જ ખોલવા માટેના સ્પેનર્સ, સ્ક્રુ ડ્રાઇવર, ગળણી વિગેરે સમાન ટેન્કરમાં બોડીના ભાગે રાખતા હતા. ટ્રીપ દરમ્યાન કેમીકલ ભરેલું ટેન્કર હોટલોના પાર્કિંગ તેમજ હાઇવે ઉપરની અવાવરું જગ્યાઓ ઉપર પાર્ક કરતા હતા. ટેન્કરના નીચેના ભાગે આઉટલેટના પાઇપ લાઇનનો ફ્લેંજ સ્ક્રુ ટ્રાઇવર અને પાના વડે ખોલી સીલ લુઝ કરી કેમીકલ કારબામાં ભરી ચોરી કરતા હતા.


Share

Related posts

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલ મહિલા સરપંચના પતિ વહિવટ કરે છે?

ProudOfGujarat

નડિયાદમાં 2.5વર્ષની સગી દિકરી પર નરાધમ બાપનું દુષ્કર્મ, દાદા-દાદી અને માસીની સંડોવણી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!