Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસ એક્શનમાં આવી, દબાણ કર્તાઓ અને ટ્રાફિકને અડચણ રૂપી વાહનો સામે લાલ આંખ કરી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથક માં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય ચોકડી ઉપર જ દબાણ કર્તાઓની ભરમાર જોવા મળી હતી સાથે સાથે ટ્રાફિકને અડચણ રૂપી પેસેન્જર વાહનો પણ જોવા મળતા હતા જેને પગલે છાશવારે ઝઘડિયા ચોકડી ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી.

જોકે હવે ઝઘડિયા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે અને ઝઘડિયા ચોકડી વિસ્તારમાં દબાણનું અડિંગો જમાવનારા લોકો સામે કડક બની તેઓને દૂર કર્યા છે તેમજ રસ્તા પર અડચણ રૂપી પેસેન્જર વાહનોને પણ દૂર કરવામાં આવતા વિસ્તાર હાલ ખુલ્લો બન્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ખાસ હિમાયત…

ProudOfGujarat

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!