Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલ્ટી મારતા 20 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, કંપની પરથી રૂમ પર જતા કામદારોને નડ્યો અકસ્માત

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરી હાઇવે અને અંતરયાળ માં આવેલ ગ્રામ્ય વિસ્તારોના અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, તેવામાં ઝઘડિયા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા 20 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ DCM શ્રી રામ કંપનીમાં મજૂરી કામ કરતા કામદારો કંપનીથી પરત કપલસાડી તેઓના રૂમ ઉપર જવા માટે નીકળ્યા હતા, ટેમ્પો નંબર GJ 19 Y 0759 MA માં સવાર થઈ કામદારો જઈ રહ્યા હતા, દરમ્યાન કપલસાડી માર્ગ પર આવતા વળાંક પાસે ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

Advertisement

જે બાદ ટેમ્પો રસ્તા વચ્ચે જ પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર 21 જેટલાં કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી,જે બાદ 108 એમ્બ્યુલન્સ થકી તમામ કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતની ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને થતા પોલીસે મામલે સ્થળ ઉપર પહોંચી જઈ વધુ તપાસ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી ટેમ્પોમાં અસંખ્ય મજૂરોને બેફામ અને બિન્દાસ અંદાજમાં જીઆઈડીસી વિસ્તારોમાં મજૂરી કામ અર્થે લઈ જવામાં આવે છે ત્યારે આ પ્રકારે નીતિ નિયમો વિરુદ્ધ બિન્દાસ દોડતા વાહનો સામે પોલીસ વિભાગે કડકાઇ દાખવવી જોઈએ તે બાબત આ અકસ્માતની ઘટના બાદથી ખુબ જરૂરી જણાઈ રહી છે.


Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક પારખેત ગામ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

સોમનાથ -જૂનાગઢ ફરવા જવા માટે અંકલેશ્વરમાં યુવાને ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આખરે જેલના સળીયા પાછળ ધકેલાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લા જીવાદોરી સમાન કરજણ ડેમ ની સપાટી 105.26 મીટર નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!