ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકાનાં દરિયા ગામની સીમમાં પરણિત પુરુષ અને સગીરાએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જેમાં પડવાણિયા ગામનાં સરપંચ અને તેનાં સાથીઓ દ્વારા રૂપિયા 2 લાખની માંગણી કરી વારંવાર હેરાન કરતાં બંનેએ આપધાત કરી લીધો હતો. જેનો ખુલાસો સુસાઇટ નોટમાં થતાં પોલીસે સરપંચ સહિત અન્ય 6 લોકો સામે બંનેને આપધાત કરવા મજબૂર કર્યા હોવાનો ગુનો દાખલ કર્યો છે. ઝધડીયાનાં દરિયા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા 41 વર્ષીય વિલ્શન વસાવા અને પડવાણિયા ગામનાં ગુલિયા ફળિયામાં રહેતી સગીરા પારૂલ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને તા.20-4-2020 નાં રોજ ઘરેથી ભાગી ગયા હતા અને આ વાતની જાણ પડવાણિયા ગામનાં સરપંચ રાજેન્દ્ર લક્ષ્મણ વસાવાને થતાં તેઓ દ્વારા વિલ્શન વસાવા પાસે તા.27-4-2020 નાં રોજ ગ્રામપંચાયતનાં લેટર પેડ ઉપર પોલીસને અરજી કરી હતી અને વિલ્શનને ઘરે બોલાવીને તેનાં સાથીઓ એવાં રોશન સીધી, અશ્વિન વસાવા, નિતિન વસાવા, પ્રવીણ વસાવા, જસ્ટીન વસાવા, શશિકાંત વસાવા તમામ રહેવાસી ગુલિયા ફળિયું પડવાણિયાએ રૂપિયા આપ નહિઁ તો ફરિયાદ દાખલ કરાવીને જેલ ભેગો કરી દઇશુંની ધમકી આપતા હતા. સરપંચ રાજેન્દ્ર દ્વારા વારંવાર વિલ્શન પાસે રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવતી હતી. સરપંચ અને તેનાં મળતિયા કહેતા હતા કે તું સગીરા પારૂલને કેમ લઈ ગયો છે તારે 2 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો હું તારી સામે પોલીસ ફરિયાદ કરીશ. તેવી ધાક ધમકી આપી રૂપિયાની માંગણી કરતાં હતા. જેને લઈને પારૂલનાં પિતા ઉપર દબાણ કરી 30 મી તારીખે ફરિયાદ દાખલ કરવી હતી. જોકે સરપંચ અને તેનાં મળતિયાઓનાં ત્રાસથી વિલ્શન વસાવા અને સગીરા પારૂલ દ્વારા કડિયા ડુંગર રોડ ઉપર ખેતરમાં મહુડાનાં ઝાડ સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જેમાં વિલ્શન દ્વારા સરપંચ રાજેન્દ્ર વસાવા સહિત રોશન સીધી, અશ્વિન વસાવા, નિતિન વસાવા, પ્રવીણ વસાવા, જસ્ટીન વસાવા, શશિકાંત વસાવા દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરતાં હોવાથી તેઓ માનસિક રીતે હેરાન પરેશાન થઈ ગયા હોવાનું સુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેને લઈ તેમણે આપધાતનું પગલું ભર્યું હોવાની ફરિયાદ વિલ્શન વસવાની પુત્રી હિરલ વસાવાએ ઝધડીયા પોલીસ મથકમાં આપતા પોલીસે આપધાત માટે દુષ્પ્રેરણા આપવા સહિતની કલમ મુજબ પડવાણિયા ગામનાં સરપંચ રાજેન્દ્રભાઇ વસાવા તેમજ અશ્વિન, સોશન, નિતિન, પ્રવીણ, જસ્ટીન, શશિકાંત દ્સામે 306, 114 મુજબ ગુનો દાખલ કરીને ધરપકડનો દોર ઝધડીયા પોલીસ મથકનાં પી.એચ .વસાવા દ્વારા શરૂ કર્યો છે.
ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત પુરુષ અને સગીરાનાં આપધાત કેસમાં પડવાણિયાનાં સરપંચ સહિત 7 લોકો સામે આપધાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.
Advertisement