Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે સગીર ઝડપાયા

Share

વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભરૂચથી વાગરા માર્ગ પરથી બાઈક પર બે લોકો વિદેશી દારૂ લઈને પસાર થવાના હોવાની ચોક્કસ માહિતીને આધારે વાગરા પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વર્ણનવાળી મોટરસાઇકલ આવતા જ પોલીસે મોટરસાયકલ થોભાવી હતી. બાઈક ઉપર સવાર બે સગીર વયના ઈસમો પાસેની સ્કૂલ બેગમાંથી વિદેશી દારૂની 4,500 રૂપિયાની કિંમતની 25 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 4,500 નો ગેરકાયદેસર વિદેશી દારૂ, 40,000 રૂપિયાની કિંમતની મોટરસાઇકલ તેમજ 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 54,500 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા બંને સગીર વયના ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન-વાગરા

Advertisement

Share

Related posts

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે સોલીડ વેસ્ટનો નિકાલ કરતો આઇસર ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!