Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પૂરગ્રસ્ત ગામડાંઓની શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગથી ૮૦૦ જોડી ડ્રેસ અને ૩૦૦૦ હજાર જેટલી નોટબુકનું વિતરણ કર્યું

Share

ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પાણી ઓસર્યા બાદની વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ આપદા વેળાંએ પૂર અસરગ્રસ્ત પરિવારોની વ્હારે ઘણી સરકારના સહયોગથી સંસ્થાઓ અને દાતાઓ આવી વિવિધ જરૂરીયાતમંદ લોકો સુધી જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ કરી માનવતા મહેકાવી છે. ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવાએ કરી પોતાથી બનતી સેવાની સરવાણીમાં ફાળો આપી પૂર અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ કર્યો હતો.

વહીવટી તંત્રને નુકસાનની રજૂઆતો સાથે બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પલળી ગઈ હોવાની પણ રજૂઆત થઈ હતી. જેને અનુલક્ષીને કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક કરી પૂર અસરગ્રસ્ત ગામોની શાળાઓમાં પાઠ્ય પુસ્તકો પલળી ગયા છે. એમને નવા પુસ્તકો આપવા માટે સૂચના આપી બાળકોને પુસ્તકોનું વિતરણ કર્યું હતું.

મદદના અનુરોધ બાદ આજરોજ ફરી મુસ્કાન વસાવા મેદાનમાં આવી પૂર પ્રભાવીત વિસ્તારો પ્રાથમિક શિક્ષણ વિભાગના સહયોગથી ઝગડીયા તાલુકાના જુના તોથીદ્રા, જુની તરસાલી, જુના પોર, ઓર, ભિલોડા, ઈન્દોર,મોટા સાંજા વગેરે જેવા ગામોની ૮ જેટલી શાળાઓમાં ૮૦૦ જોડી ડ્રેસ અને ૩૦૦૦ હજાર નોટબુક, પેન્સિલ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. પલળી ગયેલી શૈક્ષણિક સામગ્રી સામે ફરી નવી શૈક્ષણિક કીટ મળતા શાળાના ભૂંલકાઓના ચેહરા પર મુસ્કાન લાવવામાં સફળ રહ્યા હતા મુસ્કાન વસાવા.

આ ઉપરાંત, ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અગ્રણી ચંદ્રકાંતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ મહિલા ગ્રામીણ મંચ બલેશ્વર પૂરઅસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું હતું. આ અનુદાનમાં ભરૂચ જિલ્લાની મહિલા ડોમેસ્ટીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા મેદાને આવી પોતાની બચતની અંકે રૂપીયા ૫,૦૦,૦૦૦/-પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું હતુ. આ વિતરણ દરમ્યાન ઝધડીયા તાલુકા શિક્ષણાધિકારી, જલ્પાબેન વટાણાવાલા, સરપંચ, બોરીદ્રા ગામના અગ્રણી નરેશભાઈ વસાવા વગેરે જહેમત ઉઠાવીને વિતરણ વ્યવસ્થામાં ફરજ નિભાવી હતી.

Advertisement

Share

Related posts

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠમા તબક્કાનો સેવાસેતુ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!