Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડીની ડિ.પી.શાહ વિદ્યામંદિરમાં 10 થી વધુ વિદ્યાર્થીઓને અચાનક શ્વાસની તકલીફ થતાં ચકચાર

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ડી.પી.શાહ વિધ્યામંદિર શાળાના માધ્યમિક વિભાગની ધો.૯ અને ૧૦ ની ૧૧ જેટલી બાળાઓને આજે ચાલુ શાળા દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ લઇને ગભરામણ જવું થતાં શાળાના શિક્ષકો દ્વારા તેમને તાત્કાલિક રાજપારડી ખાતે પ્રાથમિક સારવાર અપાવીને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી.

આ બાળાઓને ત્રણ જેટલી એમ્બ્યુલન્સમાં અવિધા ખાતે તેમને થયેલ તકલીફની તપાસ માટે લઇ જવામાં આવી હતી. વિધ્યાર્થીનીઓને થયેલ આ તકલીફનું કારણ હાલતો જાણી શકાયું નથી. જોકે વિદ્યાર્થીનીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં શાળા સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવી હતી. ઘટનાને પગલે શાળાના તમામ વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી માં કોંગ્રેસની જન સંપર્ક રેલી જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

તૌકતે વાવાઝોડા બાદ નર્મદા જિલ્લામાં નાશ પામેલા મકાનો અને પશુ મૃત્યુના કિસ્સામાં જિલ્લા પંચાયત તરફથી રોકડ રકમની સહાય કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!