ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અગાઉ પશુ ચોરીમાં પકડાયેલ નબીપુરનો મુર્તુજા ધોકડીયા તથા તેનો સાગરિત ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલ શાહાજહાં ગ્રાઉન્ડમાં અંધારામાં બે જેટલી ભેંસો સગેવગે કરે છે તેમજ બંને ભેંસો શંકાસ્પદ જણાતા સ્થળ ઉપર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં ડુંગરી ગ્રાઉન્ડ ઉપરથી બે જેટલી ભેંસો સાથે આરોપીઓ ઝડપાયા હતા જેઓને ભેંસોની માલિકી અંગેના પુરાવા માંગવામાં આવતા તેઓ પાસે કોઈ પુરાવા મળી આવ્યા ન હતા, જેથી બંને ઈસમોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં બંને ઈસમો ભાંગી પડ્યા હતા અને તેઓએ કબૂલાત કરી હતી કે એક દિવસ અગાઉ રાજપારડી નજીક અવિધા ગામ ખાતે ગભાણમાં આ બંને ભેંસો બાંધેલી હતી જેની તેઓ એ ચોરી કરી ભાડાના ટેમ્પો વડે ભરૂચ ખાતે લઈ આવ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) મુર્તુજા અબ્દુલ ધોકડીયા રહે, મેમ્બર સ્ટ્રીટ, નબીપુર તેમજ (2) કરણભાઈ શનાભાઈ વસાવા રહે, નવી નગરી, નબીપુર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ મામલે દિપક શનાભાઈ વસાવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.